ધારીના દલખાણીયા ગામે સુખડિયા પરિવાર દ્વારા કુળદેવી શ્રી ખોડીયાર માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રિદિવસીય કાર્યક્રમ સાથે ઉજવાયો. પ્રથમ દિવસે હવન વિધિ અને માતાજીની પધરામણી કરવામાં આવી હતી. રાત્રે શ્યામ સલખાણા ગ્રુપ ધારીના ઓરકેસ્ટ્રામાં શીતલબેન રંગાડીયા, કિશનભાઇ સોલંકી અને અતુલભાઇ સલખાણાએ રાસ–ગરબાની રમઝટ બોલાવી હતી. બીજા અને ત્રીજા દિવસે ભજન–સંતવાણીનું આયોજન થયું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સુખડિયા પરિવારો સહિત ગ્રામજનો ઉમટી પડ્‌યા હતા. પધારેલા મહેમાનોમાં ઉર્જા મંત્રી કૌશિકભાઇ વેકરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઇ કાનાણી, તાલુકા પ્રમુખ મૃગેશભાઈ કોટડીયા, ભુપતભાઇ વાળા, અશ્વિનભાઈ કુંજડીયા, ભરતભાઈ અડાળા તથા ભાજપ આગેવાન સુરેશભાઈ ધોરાજીયા હાજર રહ્યા હતા. ગામમાં માતાજીની પ્રતિમાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા દીપકભાઈ, પ્રવીણભાઈ, અરવિંદભાઈ અને ભરતભાઈ સુખડિયાએ ઉમદા કામગીરી બજાવી હતી.