ધારી પંથકમાં વારંવાર સરીસૃપ નીકળવાની ઘટનાઓ વારંવાર બનવા પામે છે. ઘણીવાર વાહનવ્યહાર દરમિયાન જાહેર માર્ગ પર પણ સાપ, અજગર નીકળતા હોવાથી વાહનચાલકોમાં ભય ફેલાય છે. જેમાં ગત રાત્રિના ધારીના ડાભાળી રોડ પર હાઈ-વે પર અજગરે રસ્તો ઓળંગતા વાહનચાલકોમાં થોડા સમય માટે ફફડાટ ફેલાયો હતો. જા કે રસ્તો ઓળંગતા અજગરને જાઈ વાહનચાલકોએ વાહન થોભાવી દેતા અજગર બાજુની ઝાડીમાં જતો રહ્યો હતો.




































