ધારીના ડાંગાવદર ગામેથી યુવતી ઘરેથી ચાલી નીકળી હતી. રમેશભાઈ પુંજાભાઈ પરમાર (ઉ.વ.૪૪)એ જાહેર કર્યા મુજબ, તેમની પુત્રી રૂચિતા (ઉ.વ.૨૦) ઘરેથી કોઈને કહ્યા વગર પોતાની મેળે ક્યાંક જતી રહી હતી. જે ઘરે પરત ફરી નહોતી. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ દિનેશભાઈ વાળા વધુ તપાસ કરી રહ્યા છે.