અમરેલી જિલ્લામાં સિંહોની ગામમાં ઘૂસી આવવાની ઘટના હવે સામાન્ય બની જવા પામી છે. શિકારની શોધમાં સિંહો ગામમાં ઘૂસી આવતા હોવાથી ગ્રામજનોમાં પણ ભયનો માહોલ છવાયો છે. જેમાં શિકારની શોધમાં ધારી તાલુકાના ઝર ગામમાં રાત્રિના સમયે ઘૂસી આવેલી સિંહણે રખડતા પશુનો શિકાર કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. સિંહણ મારણ આરોગી રહી હતી ત્યારે જ ગામલોકો જાગી જતા મારણ છોડીને જંગલ તરફ ચાલી ગઈ હતી. ધારી તાલુકાના ઝર ગામમાં રખડતા પશુના શિકારની ઘટના બની છે. રાત્રિના સમયે ગામમાં આવેલી સિંહણે પશુનો શિકાર કર્યો હતો. શિકારનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. શિકારની શોધમાં વન્યપ્રાણીઓ ગામમાં ઘૂસી આવતા હોવાથી ગ્રામજનોમાં પણ ફફડાટ ફેલાયો છે.