અમરેલી જિલ્લામાં ઘણીવાર સિંહો જંગલ વિસ્તાર છોડી રેવન્યુ વિસ્તારમાં આવી ચડતા હોવાની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે ધારીના જીવન મુક્તેશ્વર રેલ્વે બ્રીજ પર વહેલી સવારમાં બે સિંહો રેલ્વે ટ્રેક પર જાણે વોકિંગ કરવા નિકળ્યા હોય તેમ જાવા મળ્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, ટ્રેન અડફેટે અનેક સિંહો મોતને ભેટ્યા છે ત્યારે રેલ્વે ટ્રેક પર સિંહોને જાઇ સિંહ પ્રેમીઓમાં ભય છવાયો હતો તો અનેક લોકોએ સિંહ દર્શનનો લાભ પણ લીધો હતો.