ધારીના જીરા ગામે પત્નીએ પતિને આવી હાલતમાં શું કામ આવો છો કહેતા પતિને સારું નહોતું લાગ્યું અને ફટકારી હતી. બનાવ સંદર્ભે શોભનાબેન વલકુભાઈ ચારોલા (ઉ.વ.૩૫)એ વલકુભાઈ સવજીભાઈ ચારોલા, વિઠ્ઠલભાઈ સવજીભાઈ ચારોલા, રસીકભાઈ સવજીભાઈ ચારોલા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ તથા સાહેદ અશ્વિનભાઈ તથા મયુરીબેન પોતાના ઘરે હાજર હતા. તે દરમિયાન તેમના પતિ વલકુભાઈ ચારોલા નશો કરેલી હાલતમાં પોતાના ઘરે આવ્યા હતા. જેથી તેમણે આવી હાલતમાં શું કામ આવો છો તેમ કહેતા સારું નહોતું લાગ્યું અને ખરાબ ગાળો દેવા લાગ્યા હતા. આ દરમિયાન આરોપી વિઠ્ઠલભાઈ ચારોલા ત્યાં આવ્યા હતા અને તેના હાથમાં એક લોખંડની પાઇપ હતી તેનો એક ઘા જમણા હાથે મારી દઇ ફેકચર કર્યું હતું. આ સમયે સાહેદો અશ્વિનભાઈ તથા તેમના દીકરાની વહુ મયુરીબેન વચ્ચે પડતા પાઇપનો એક ઘા મયુરીબેનને પગમાં માર્યો હતો. તે ઉપરાંત ગાળો બોલી વલકુને કાંઇ પણ કિધુ છે તો તમારા ત્રણેયનો વારો પાડી દેવો છે તેમ કહી ધમકી આપી હતી.