ધારીના જીરા ગામના એક યુવકે પ્રેમસંબંધના કારણે મનમાં લાગી આવતાં ગળાફાંસો ખાધો હતો. બનાવ અંગે ભરતભાઈ માવજીભાઈ ચારોલીયા (ઉ.વ.૪૦)એ જાહેર કર્યા મુજબ, મૃતક અશ્વિનભાઈ ભરતભાઈ ચારોલીયાને તેમના કુટુંબી ભાઇના પત્ની સોનલબેન સાથે પ્રેમસંબંધ હતો. આજથી એકાદ માસ પહેલા મરણજનાર તથા સોનલબેન જીરા ગામેથી ભાગી માધુપુર ગામની સીમમાં આવી બંનેએ પોતે પોતાની મેળે કોઇ ઝેરી દવા પી’ લેતા બંનેને અમરેલી સારવારમાં દાખલ કરેલ કર્યા હતા. જયાં સારવાર દરમિયાન સોનલબેનનું અવસાન થયું હતું અને મૃતકને સારું થઇ ગયું હતું. જે બાદ મરણજનારને સોનલબેન સાથેના પ્રેમસંબંધના કારણે મનમાં લાગી આવતા પોતે પોતાની મેળે દોરડા (રસ્સી) વડે ગળાફાંસો ખાઇ લેતા મરણ પામ્યા હતા.