ધારી તાલુકાના જળજીવડી ગામે વર્ષ ૨૦૨૩ માં આરોપી મહેશ વિનુ રાઠોડ રહે. હિમખીમડી પરા અને ઘનશ્યામ બાલુ પાડેલીયા રહે. જળજીવડીનાઓએ એક સંપ કરી ગામે જઈ રમેશભાઈ ભીમભાઇ પીપળીયાનો જબરદસ્તીથી દરવાજો ખોલાવી રમેશભાઈને આડેધડ છરીના ઘા મારવામાં આવતા રમેશભાઈને સૌપ્રથમ ધારી સરકારી દવાખાને અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન રમેશભાઈનું મોત થતા પોલીસે બંને ઈસમો સામે ખૂનનો ગુનો નોંધી જેલ હવાલે કર્યા હતા ત્યારે આ કેસ ધારી સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ વી.ડી. વાડેરાએ આરોપીને સજા થાય તેવી જજ સમક્ષ ઉગ્ર દલીલ કરતા સેશન્સ કોર્ટ દ્વારા સરકારી વકીલની દલીલ માન્ય રાખી આરોપી મહેશ વિનુ રાઠોડને આજીવન કેદની સજા ફટકારી હતી અન્ય એક આરોપી ઘનશ્યામ પાડેલીયાને શકનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કરવામાં આવ્યો હતો. મૃતક રમેશભાઈની પત્નીને કોર્ટે રૂ. બે લાખ ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ કામના તપાસનીશ અધિકારી તરીકે ડી.સી. સાકરીયા અને પોલીસ સ્ટાફે ગરીબ પરિવારને ન્યાય અપાવવામાં મદદ કરી છે.










































