માવઠાના કારણે અમરેલી જિલ્લાનું વાતાવારણ ટાઢુંબોળ થઈ ગયું છે. આ દરમિયાન હાર્ટ એટેકના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. ધારીના જળજીવડી ગામે આધેડનું હાર્ટ એટેકથી મોત થતાં પરિવારજનો શોકમગ્ન થઈ ગયા હતા. બનાવ અંગે સાગરભાઈ રમેશભાઈ મકવાણા (ઉ.વ.૩૧)એ જાહેર કર્યા મુજબ, રમેશભાઈ ગોરધનભાઈ મકવાણા (ઉ.વ.૫૭)ને હાર્ટ એટેક આવતા મરણ પામ્યા હતા. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.એચ. વાઘ વધુ તપાસ કરી રહ્યા છે.