ધારીના છતડીયા ગામના પાટીયા પાસે વકીલની કાર પર હુમલો થયો હતો. જેને લઈ દિનેશભાઇ ગીગાભાઇ ગોહિલ (ઉ.વ.૩૩ ધંધો.વકીલાત રહે.મુ.નારાયણનગર તા.લાઠી જી.અમરેલી હાલ રહે.અમરેલી)એ અજાણ્યા બે ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેમની ગાડીમાં પંચર પપડ્‌યું હતું. જેથી તેઓ તથા સાહેદ ફોરવ્હીલ ગાડીનું ટાયર બદલતા હતા. તે દરમ્યાન અજાણ્યા સામાવાળાએ મોઢે કપડું બાંધીને મોટરસાયકલ લઇ તેમની ફોરવ્હીલ પાસે આવી જેમફાવે તેમ ગાળો આપી હતી. તેમજ તેમની ફોરવ્હીલના પાછળના ભાગે ધોકાનો ઘા કરી પાછળના ભાગના કાચ તોડી નુકસાન કર્યું હતું. ધારી પોલીસ સ્ટેશનના એએસઆઈ એન.બી. માઢક વધુ તપાસ કરી રહ્યા છે.