ધારી તાલુકાના સુખપુર ગામમાં રહેતા એક પરિવારની દીકરીને મનીષ વાઢેર નામનો શખ્સ બદકામ કરવાના ઇરાદે ઉઠાવી ગયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ગોવિંદપુર ખાતે ખેતમજૂરી કરતા પરિવારની દીકરીને આ શખ્સ ભગાડી જતા પરિવારમાં દુઃખ સાથે રોષ વ્યાપ્યો હતો. આરોપી મનીષે અગાઉ આ યુવતીને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી, જેનો યુવતીએ સ્વીકાર કરતા મનીષ સાથે તેની મિત્રતા બંધાઈ હતી. ધીમે ધીમે મનીષ યુવતીના ઘરે પણ આવવા લાગ્યો હતો અને તેણે આ પરિવારનો વિશ્વાસ પણ કેળવ્યો હતો. અચાનક એક દિવસ મોકો જોઈને દીકરીને લઈને ફરાર થઈ ગયો હતો. આ અંગેની જાણ યુવતીના માતા-પિતાને થતા તાત્કાલિક ધારી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. હાલ ધારી પોલીસ સ્ટેશનના પીઆઇ દેસાઈએ આરોપીને પકડવાના પ્રયત્નો શરૂ કર્યા છે.









































