ધારી તાલુકાના ગોપાલગ્રામના સીમ વિસ્તારમાં એક યુવક પર દીપડાએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. આ હુમલામાં બકુલભાઈ ચીમનભાઈ પારગી નામના યુવકને પગ અને કમરના ભાગે ઈજાઓ પહોંચી છે. દીપડાએ કરેલા હુમલા બાદ ઈજાગ્રસ્ત બકુલભાઈને તાત્કાલિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર માટે લાવવામાં આવ્યા હતા. તેમની સ્થિતિને ધ્યાનમાં રાખીને, વધુ સારવાર અર્થે તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા અમરેલી ખસેડવામાં આવ્યા છે. જે વાડી વિસ્તારમાં આ ઘટના બની હતી તેના માલિક દ્વારા વન વિભાગને આ અંગે જાણ કરવામાં આવી છે. દીપડાના હુમલાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વન વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી રહી છે.









































