ધારી તાલુકાના ગોપાલગ્રામ ગામે નાયબ પોલીસ અધિક્ષક વલય વૈદ અધ્યક્ષ સ્થાને ચલાલા પી.એસ.આઈ પી.જે રામાણી દ્વારા લોકદરબાર યોજાયો હતો. જેમાં વ્યાજખારો લગત કોઈ ફરિયાદ અરજી હોય તે હેતુથી લોક દરબારનું આયોજન ગોપાલગ્રામ ખાતે રાખવામાં આવ્યું હતુ. ધારીના ગોપાલગ્રામ ગામ ખાતે વ્યાજખોરી નાબુદી ઝુંબેશ અંતર્ગત લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં લોકોને ગેરકાયદેસર વ્યાજખોરીની પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સમજ આપવામાં આવી હતી. આ બેઠકમાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.