ધારી તાલુકાના ગોપાલગ્રામથી મોરઝર જવા માટેનો માર્ગ કાચો હોવાથી આ માર્ગ બનાવવા માટે અનેકવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતુ નથી. ધારીના ગોપાલગ્રામથી મોરઝર જવાનો રસ્તો વર્ષોથી બિસ્માર હાલતમાં છે જેમાં ચોમાસામાં તો આ માર્ગ પરથી ચાલવું દુષ્કર બની જાય છે. આ માર્ગ કાચો હોવાથી ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જાય છે જેમાં ભુતકાળમાં ગાડુ તણાઈ જતા એક યુવતીનું મોત પણ નિપજયુ હોવાની ઘટના બનવા પામી છે. આ રોડ બનાવવા માટે ગ્રામજનો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવતી હોવા છતાં કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. ગ્રામજનોની મુશ્કેલીને ધ્યાને રાખી ગોપાલગ્રામથી મોરઝર સુધીનો રોડ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.