ધારી તાલુકાના ગીર દુધાળા ગામે પી.પી. સવાણી ગ્રુપ દ્વારા અમદાવાદની વિમાન દુર્ઘટનામાં મૃતકોને અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. ૧૦૨ વિઘામાં ૧૦ હજાર વૃક્ષોનું વાવેતર કરીને તમામ વૃક્ષો પર મૃતકોના નામ લખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ વૃક્ષારોપણ પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓ અને મહેશભાઈ સવાણીના પુત્રવધૂના હસ્તે અને દેશના ગૌરવરૂપી કીક બોક્સિંગ પ્લેયર ડિંકલ ગોરખા અને ખુશી ગોરખાના હસ્તે કરાયું હતું. આ તકે મામલતદાર, આરએફઓ, પીઆઇ સહિતના અધિકારીઓ અને આગેવાનોએ ઉપસ્થિત રહીને વિમાન દુર્ઘટનાના
મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.