ધારીના સુપ્રસિદ્ધ ખોડિયાર મંદિર પાસે જાહેરમાં મારામારી કરવા બદલ ચાર વ્યક્તિઓની ધારી પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપાયેલા આરોપીઓમાં ધારીના પ્રેમપરા વિસ્તારના વાલજીભાઈ પુનાભાઈ વાઘેલા, દિનેશભાઈ વાલજીભાઈ વાઘેલા, અન્ય એક દિનેશભાઈ વાલજીભાઈ વાઘેલા અને ધારીના રાજુભાઈ નરસિંહભાઈ ચારોલીયાનો સમાવેશ થાય છે.ઘટના અંગે સ્થાનિકો દ્વારા ધારી પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ ધારી પોલીસ સ્ટેશનના પી.આઈ. જાડેજાના માર્ગદર્શન હેઠળ ડી-સ્ટાફની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસે મારામારી કરનારા ચારેય ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





































