ચલાલાના જાણીતા સંત દાનમહારાજની જગ્યાના મહંત મહારાજ વલકુબાપુના આશીર્વાદથી ગઢીયા ગીરમાં આકાર પામી રહેલ દાનમહારાજની પવિત્ર દેહાણ જગ્યામાં આજે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો મોટી સંખ્યામાં લાભ લેવા મહંત હર્ષદબાપુ ભગતે જાહેર આમંત્રણ પાઠવ્યું છે. કાર્યક્રમને લઈ સેવકગણમાં થનગનાટ જાવા મળી રહ્યો છે.