ધારી તાલુકાના ધારી ગામ પાસે શેત્રુંજી નદી પર આવેલા ખોડિયાર સિંચાઇ યોજનામાં પાણીની આવક થતાં તા.૦૫ના રોજ બપોરે ૩ વાગ્યે ડિઝાઈન સ્ટોરેજના પૂર્ણ સપાટી સુધી ભરાતા રૂલ લેવલ જાળવવા માટે ૦૧ દરવાજો ૦.૨૨૯ મીટર ખોલ્યો હતો.આજે જળાશયમાં પાણીની આવકમાં વધુ વધારો થતાં દરવાજાનું ઓપનિંગ વધારી ૦૨ દરવાજા ૦.૨૨૯ મીટર કરવામાં આવ્યા છે, જેનો પ્રતિ સેકન્ડ પ્રવાહ ૧,૨૦૦ ક્યુસેક છે.આથી, અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ધારી, આંબરડી, ભરડ, પાદરગઢ, બગસરા તાલુકાના હાલરીયા-હુલરીયા, અમરેલી તાલુકાના સરંભડા, નાના માંડવડા, મેડી, તરવડા, બાબાપુર, વાંકિયા, ગાવડકા, પીઠવાજાળ, લીલીયા તાલુકાના કણકોટ, આંબા, ક્રાંકચ, બવાડા, બવાડી, ઇંગોરાળા, શેઢાવદર, લોકા અને લોકી, સાવકુંડલા તાલુકાના બોરાળા, જૂના સાવર, ખાલપર, આંકોલડા, મેકડા, ફીફાદ, ઘોબા, પીપરડી, ભાવનગર જિલ્લાના ગારિયાધારના સરંભડા, ગુજરડા, રાણી ગામ, સાતપડા, ઠાંસા, લુવારા, તેમજ પાલીતાણા તાલુકાના ચોક, ડુંગરપુર, હાથસણી, જાળીયા (માનાજી), જીવાપુર અને રોહિશાળા તથા જેસર તાલુકાના રાણપરડા ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને નદીના પટ કે કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા અનુરોધ છે.