ધારીના ખોખરા મહાદેવ ગામે અરુણભાઈ મુછાળા ગ્રુપ દ્વારા એ.એમ. ઈન્ટરનેશનલ સ્કૂલનું ઉદઘાટન ધારાસભ્ય જે.વી.કાકડીયાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્દઘાટન પ્રસંગે મામલતદાર, જીતુભાઈ જોશી, અશ્વીનભાઈ કુંજડીયા, ગીરધરભાઇ સભાયા, અતુલભાઇ કાનાણી, પરેશભાઈ પટણી, બાબાભાઈ વાળા, રમેશભાઈ બી. મકવાણા, હિનાબેન રાવળ, રંજનબેન ડાભી, મુકેશભાઈ રૂપારેલિયા, બાબુભાઈ ગઢીયા, દિનેશભાઈ રાઠોડ, ભાયાભાઈ જાતવડા, નરેશભાઈ ઢોલા, નાગજીભાઈ બારૈયા, વૈકુઠમારાજ ખોખરા, રમેશભાઈ ડુંગરીયા, ધીરૂભાઈ કુંવારદા વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. એ.એમ. ઈન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી કે.ટી.ભાઈએ હાજર રહેલા મહેમાનોનું ફુલહારથી સ્વાગત કર્યુ હતું.