ધારીના ખીસરી ગામે રહેતી એક મહિલાને મજૂરીના પૈસા નહીં આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે મંજુબેન ભનુભાઈ સીસણાદા (ઉ.વ.૩૮)એ ઉનામાં રહેતા મણીલાલ રામજીભાઈ ચાંદોર, દર્શનભાઈ મણીલાલ ચાંદોર, રામજીભાઈ ચાંદોર સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપીઓએ તેના મોહિત ફાર્મમાં આંબાની કલમો ગાડીમાં ભરવા માટે મજૂરોને મજૂરીકામે બોલાવીને એક દિવસની એક મજૂરને રૂ.૫૦૦ મજૂરી આપવા તેમજ મજૂરોને લઇ આવવા રીક્ષાનું ભાડું ચુકવી આપવા જણાવી તેમને તથા અન્ય બીજા મજૂરોના દિવસ-૦૬ ના અલગ-અલગ મજૂરોના મજૂરીના તથા રીક્ષાના ભાડાના રૂ.૩૨૦૦ મળી કુલ રૂ.૩૭૭૦૦ નહી આપી ઠગાઇ કરી હતી. ઉપરાંત તેમને તથા સાહેદોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધારી પોલીસ સ્ટેશના પીએસઆઈ એસ.પી.શાહી વધુ તપાસ કરી રહ્યા છે.