ધારીના કોઠા પીપરીયા ગામના પુરુષને ફોર વ્હીલ ચાલકે ટક્કર મારી હતી. જેમાં તેમને હેમરેજ અને ફ્રેક્ચરની ઈજા પહોંચી હતી. કરણભાઇ ચંપુભાઇ વાળા (ઉ.વ.૨૧)એ જાહેર કર્યા મુજબ, તેમના પિતા મોટર સાઇકલ હીરો સ્પ્લેન્ડર લઈને ધારી પ્રેમપરાથી આગળ વિસાવદર રોડ પર પસાર થતા હતા ત્યારે સફેદ કલરની વેગેનાર રજી.નં.GJ-06-ED-9489 પુરઝડપે અને બેફીકરાઇથી માનવ જીંદગી જોખમાય તે રીતે ચલાવી તેમના પિતાને ટક્કર મારી હતી. જેમાં તેમના પિતાને માથામાં હેમરેજ, હાથમાં ફેક્ચર તેમજ ડાબા પગમાં પણ છોલાણ જેવી નાની મોટી ગંભીર ઇજા થઈ હતી. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.કે. મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.