એલસીબીએ બંને આરોપીઓને ધારી પોલીસ સ્ટેશનને સોંપ્યા
અમરેલી,તા.ર૬
ધારીના કુબડા ગામમાં રહેતા દલસુખભાઈ પોપટભાઈ કોટડીયાના રહેણાંક મકાનમાં તારીખ ૧૪ના રોજ ગેરકાયદેસર બે વ્યક્તિએ પ્રવેશ કરી દલસુખભાઈને ગાળો આપી ‘તારો હવાલો મળ્યો છે’ તેમ કહી આરોપી શૈલેષ નાથુભાઈ ચાંદુ, મહેશ ઉર્ફે ભગો નાથાભાઇ જીકાદ્રા રહે. દોલતીવાળાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હવાલાના રૂ.૧૦,૦૦,૦૦૦ બે દિવસમાં તથા રૂ,૫,૦૦,૦૦,૦૦૦ એક મહિનામાં ચૂકવી આપવાનું કહી બળજબરીથી રૂ.૧,૫૦,૦૦૦ કાઢી લઈ ગુનો કરી ફરાર થઇ ગયા હતા. આ અંગે દલસુખભાઈએ ધારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો હતો. ઘટનાની ગંભીરતા જાઈ અમરેલી જીઁ હિમકર સિંહએ આરોપીઓને ઝડપી પાડવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને કડક સૂચના આપતા અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે શોધખોળ હાથ ધરી બંને આરોપીને દબોચી લીધા હતા અને હાલમાં ધારી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે, ધારી પોલીસ દ્વારા બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ ખંડણી માંગવા પાછળનું કારણ, કોણે હવાલો આપ્યો હતો તે તપાસ કરવામાં આવશે.