ઝોન કક્ષાના પોષણ વાનગી ઉત્સવમાં અમરેલી જિલ્લાના ધારીના કબલાપરા આંગણવાડી કેન્દ્રના વર્કર ગાયત્રીબેન જાડેજાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. હવે તેઓ રાજ્યકક્ષાએ આયોજિત પોષણક્ષમ વાનગીઓની સ્પર્ધામાં ભાગ લેશે. આંગણવાડી કાર્યકર ગાયત્રીબેન જાડેજાને આ સિદ્ધિ માટે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દક્ષાબેન ભટ્ટ, ધારીના સીડીપીઓ આરતીબેન વણપરીયા સહિતના અધિકારી- કર્મચારીઓએ અભિનંદન પાઠવ્યા છે.








































