ધારીના કણેર ગામે યુવકને ગાળો આપી પિતાને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. બનાવ અંગે અરવિંદભાઈ ઉગાભાઈ પરમાર (ઉ.વ.૪૨)એ તેમના જ ગામના લગરાભાઇ દાનાભાઇ સાસડા, હાજાભાઇ ભુરાભાઇ સાસડા, ભાણાભાઇ મંગાભાઇ સાસડા,સાંગાભાઇ કાનાભાઇ સાસડા, મંગાભાઇ ભીમાભાઇ સાસડા, પ્રવિણભાઇ મંગાભાઇ સાસડા, લક્ષ્મીબેન હાજાભાઇ સાસડા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચીને પોતાનો સમાન ઈરાદો પાર પાડવા ગેરકાયદે મંડળી રચીને તેમને તથા તેના માતા-પિતાને ગાળો આપી હતી. તેમજ લક્ષ્મીબેન હાજાભાઈ સાસડાએ તેમના પિતાને છેડતીના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. અમરેલી એસસી એસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક પી આર રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.