ધારી તાલુકાના આંબરડી ગામના ઉપસરપંચ શામજીભાઈ ખાણીયાની આગેવાની હેઠળ ધારી મામલતદાર કચેરીમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનમાં આંબરડી ખાતે નવા બની રહેલા કૂવાની કામગીરી અટકાવવાની માંગ કરવામાં આવી છે. ગ્રામજનોની રજૂઆત મુજબ, આંબરડીમાં ઉનાળાની શરૂઆત થતાં જ પાણીના સ્તર અત્યંત નીચા ચાલ્યા જાય છે. તંત્ર દ્વારા હાલ જ્યાં નવો કૂવો બનાવવાની કામગીરી ચાલી રહી છે, જો તે બનશે તો ભવિષ્યમાં ગામમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાશે. આ સંભવિત સમસ્યાને ટાળવા માટે ગ્રામજનોએ આ વિરોધ નોંધાવી, કૂવાનું કામ અટકાવવા માંગ કરી છે.