ધારીથી દલખાણીયા સેમરડી ચેકપોસ્ટ સુધીના રોડની હાલત મગરની પીઠ સમાન બનવા પામી છે. આ માર્ગ પર વાહન ચલાવવું એટલે વાહનચાલકો માટે માથાનો દુઃખાવો બનવા પામ્યો છે. ધારીથી દલખાણીયા રોડ ૩૩ નંબરનો હાઇવે હોવા છતાં બિસ્માર હાલતમાં હોવાથી વારંવાર અકસ્માતની ઘટના બનવા પામે છે. આ બાબતે માર્ગ-મકાન ખાતાને અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન આપતુ નથી. ૩૩ નંબરનો હાઈવે હોવા છતાં ખખડધજ હાલતમાં હોવાથી આ માર્ગ પરથી કોઈ પસાર થવા તૈયાર નથી. લોકોની હાલાકીને ધ્યાને રાખી તાત્કાલિક આ માર્ગ બનાવવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી છે.