ધારીથી આંબાગાળાની વાયા કુબડા, ગોવિંદપુર, સુખપુરની એસ.ટી. બસનો ઉપડવાનો સમય ૧૨.૩૦ વાગ્યાનો છે. તેના બદલે તેને મનફાવે તેમ ૧થી ૧.૧૫ વાગ્યાના અરસામાં ઉપાડવામાં આવે છે. આ બસમાં રસ્તામાં ક્યારેક ફોલ્ટ પણ આવે છે. આ બસમાં દલખાણીયાના ૫૦ જેટલા વિદ્યાર્થીઓ દરરોજ અપડાઉન કરે છે. આ તમામ ગામના લોકોની માગણી છે કે, આ રૂટ પર સારી બસની ફાળવણી કરવામાં આવે અને તેનું સમયસર સંચાલન કરવામાં આવે.