સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ બાઢડા ખાતે ૨૫ લાખના ખર્ચે કોઝવે બ્રિજનું ઉદ્ઘાટન, જાબાળ ખાતે નવા બનેલા ગ્રામ પંચાયતના બિલ્ડિંગનું ઉદ્ઘાટન સાથે ૩૭ લાખના ખર્ચે બ્લોક રોડ, સીસી રોડ અને ગટર વ્યવસ્થાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું. અભરામપરાના ચોત્રા હનુમાન ખાતે સ્નેહ સત્કાર કાર્યક્રમ યોજીને ધારાસભ્ય કસવાળાને સન્માનિત કરવામાં આવ્યા હતા. આદસંગ, ગીણીયા, બગોયા અને કૃષ્ણગઢ ગામોમાંથી નીકળતી ધાતરવડી નદીના ચેકડેમોને રિપેરીંગ કરીને ચોમાસામાં ખેડૂતોને ફાયદો થવાના અભિગમ લઈને અધિકારીઓ સાથે જાત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વણોટ ગામે ૧૦ લાખના ખર્ચે નવા નિર્માણાધીન ચેકડેમનું લોકાર્પણ કરાયું તો સાવરકુંડલાના ઠવી ગામે ૧૦ લાખના ખર્ચે નવા ચેકડેમનું ખાતમુહૂર્ત કર્યું હતું.