સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામે આવેલ શ્રીજી કેળવણી મંડળ સંચાલિત દીવાળી બા હાઈસ્કૂલ ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ પણ યોજાયો હતો અને સાથે જ વાલી મિટિંગ પણ મળી હતી. આ કાર્યક્રમમાં સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની વિશેષ ઉપસ્તીથી રહી હતી. સાથે સરપંચ ભૌતિક સુહાગીયા, ટ્રસ્ટી ધીરૂભાઈ નાકરાણી અને ભાજપની ટીમ સહિત સ્થાનિક આગેવાનો અને ગામલોકો સહિત બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્તથીતરહ્યા હતા. ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું અને આચાર્ય તેમજ સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.