લાઠી-બાબરા વિધાનસભાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા લાઠી શહેર, દામનગર શહેર તેમજ લાઠી તાલુકાના અકાળા, હરસુરપુર દેવળીયા, દેરડી જાનબાઇ, ભાલવાવ, ભુરખીયા, મતિરાળા, ચાવંડ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં જઈ ગામલોકોને રૂબરૂ મળી ભાજ૫ સદસ્યતા અભિયાન અંતર્ગત સભ્ય નોંધણી કરવા અપીલ કરીને સભ્યોની નોંધણી કરી રહ્યા છે. આત્મનિર્ભર, સશકત અને વિકસિત ભારતના નિર્માણ માટે ભાજપના સદસ્ય બનવા ૮૮૦૦૦૦૨૦૨૪ પર મિસ્ડ કોલ કરવા ધારાસભ્ય જનકભાઇ તળાવીયા દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. આ ભાજ૫ સદસ્યતા અભિયાનમાં ધારાસભ્ય જનકભાઈ તળાવીયા સાથે લાઠી શહેર, લાઠી તાલુકા, દામનગર શહેર તેમજ લાઠી તાલુકા ભાજપ સંગઠન, મહિલા મોરચાના હોદ્દેદારો તેમજ બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા તેમજ ગ્રામ્ય જનતા દ્વારા આ અભિયાન માટે બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. જેમાં ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારની જનતાએ ‘આત્મનિર્ભર, સશકત અને વિકસિત ભારત’ના સૂત્રને સાકાર કરીશું તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.