લાઠી-દામનગર અને બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ પોતાના મતવિસ્તારમાં વિકાસકાર્યોને વેગ આપતાં વધુ એક સિદ્ધિ મેળવી છે. તેમણે લાઠીના જરખીયા અને હરીપરને જોડતા માર્ગ પર નવો પુલ બનાવવા માટે રાજ્ય સરકાર પાસેથી રૂ.૨ કરોડ મંજૂર કરાવ્યા છે. આ નવા પુલના નિર્માણથી જરખીયા અને હરીપર સહિત આસપાસના ગામડાઓના લોકોને અવરજવરમાં મોટી રાહત મળશે, ખાસ કરીને ચોમાસા દરમિયાન જે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, તે હવે દૂર થશે. સ્થાનિક ગ્રામજનોએ આ વિકાસકાર્ય માટે ધારાસભ્ય જનકભાઈ તળાવીયા અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, આ પુલનું નિર્માણ તેમની લાંબા સમયથી પડતર માંગણી હતી.