લાઠી બાબરા અને દામનગર વિસ્તારના વિકાસ માટે ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના પ્રયાસોથી રાજ્ય સરકારે દામનગર નગરપાલિકા માટે સ્વચ્છ ભારત મિશન ૨.૦ અંતર્ગત રૂ. ૧.૩૪ કરોડનો મહત્વપૂર્ણ પ્રોજેક્ટ મંજૂર કર્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ, દામનગરના ઠાંસા રોડ પર આવેલી ડમ્પિંગ સાઇટ ખાતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ અને ડમ્પસાઇટ ડેવલપમેન્ટનું કામ હાથ ધરવામાં આવશે. આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત જનકભાઈ તળાવીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દામનગર નગરપાલિકાના પદાધિકારીઓ, સ્થાનિક ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.