બાબરા-નીલવડા ગામને જોડતા મુખ્ય માર્ગના રીસર્ફેસિંગ માટે રાજ્ય સરકારે રૂ. ૪ કરોડ મંજૂર કર્યા છે. ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના સતત પ્રયાસોથી આ મંજૂરી મળી છે. બાબરા-નીલવડા રોડની ખરાબ હાલતને કારણે ગ્રામજનોને લાંબા સમયથી અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ બાબત ધારાસભ્ય તળાવીયાના ધ્યાન પર આવતા તેમણે રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક રજૂઆત કરી હતી. માર્ગ અને મકાન વિભાગ દ્વારા હવે આ રોડના રીસર્ફેસિંગ માટે ગ્રાન્ટ ફાળવાઈ છે. ધારાસભ્ય તળાવીયાએ જણાવ્યું કે મુખ્યમંત્રી તથા માર્ગ-મકાન મંત્રીએ લોકહિતમાં નિર્ણય લીધો છે, જે બદલ તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.










































