લાઠી-બાબરાના જાગૃત અને કર્મનિષ્ઠ લોક પ્રતિનિધિ જનકભાઈ તળાવીયાએ પોતાના મત વિસ્તારના રોડ રસ્તાઓ તાત્કાલિક રિસરફેસ થાય તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ખૂબ જ ભારપૂર્વક રજૂઆત કરેલ, જે અન્વયે ઓગષ્ટ ૨૦૨૪ના રોજ સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા ૬૩ કરોડની રકમ મંજૂર કરવામાં આવેલ છે. આ રકમમાંથી લાઠી તાલુકાના ચાવંડ-લાઠીથી અમરેલી રોડ રીસર્ફેસિંગ માટે રૂ. ૧૨ કરોડ, ઢસા-દામનગરથી ગારિયાધાર રોડ રીસર્ફેસિંગ માટે રૂ. ૮ કરોડ તેમજ બાબરા તાલુકાના બાબરા વાસાવડ રોડ રિસર્ફેસિંગ માટે રૂ. ૧૪ કરોડ, બાબરા -દરેડ- જામબરવાળા-નાનીકુંડળ રોડ રીસર્ફેસિંગ માટે રૂ. ૧૨ કરોડ તેમજ ટોડા – જરખિયા-અડતાલા-શેડુભાર રોડ માટે રૂ. ૧૭ કરોડ એમ કુલ રૂ.૬૩ કરોડ ફાળવવામાં આવેલ છે. આ તમામ રસ્તાના રિસર્ફેસિંગનું કામ મંજુર થતા ટૂંક સમયમાં માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા આગળની કામગીરી હાથ ધરાશે અને ખૂબ જ ટૂંકાગાળામાં કામગીરી શરૂ કરાશે. રસ્તાના નવીનીકરણનું કામ સંપન્ન થતાં આ વિસ્તારની પ્રજા તેમજ અન્ય પ્રવાસીઓની સુખાકારીમાં વધારો થશે અને લોકોને પડતી હાલાકીમાંથી મુક્તિ મળશે એમ જનકભાઈ તળાવીયાની અખબારી યાદીમાં જણાવેલ છે.