અમરેલીના ધારાસભ્ય અને રાજ્યના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાએ પ્રજા વચ્ચે રહીને જનસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્‌યું છે. તાજેતરમાં તેઓ સ્કૂટર પર સવાર થઈને શહેરના વિવિધ વિસ્તારો જેવા કે ચિતલ રોડ, બ્રાહ્મણ સોસાયટી, માણેકપરા અને ચક્કરગઢ રોડ પર પહોંચ્યા હતા. ત્યાં તેમણે વેપારીઓ અને સ્થાનિક લોકોના ઘરે જઈને તેમના હાલચાલ પૂછ્યા હતા. વેકરીયાના આયોજનબદ્ધ કાર્યક્રમની સૌએ પ્રશંસા કરી હતી. તેઓ અઠવાડિયામાં એક દિવસ વોર્ડવાઈઝ લોકોના ઘરે જઈને તેમને મળવાનું આયોજન કરે છે. આ અભિગમથી તેઓ લોકોના પ્રશ્નોને સીધા જાણી શકે છે. તેમના બે વર્ષના કાર્યકાળમાં તેઓ સતત લોકોની વચ્ચે રહ્યા છે, અને ચૂંટણી વગર પણ તેઓ પોતાની ટીમ સાથે શહેરીજનોની મુલાકાતે જાય છે. આ મુલાકાત દરમિયાન તેમણે લોકોને ઘર પર ત્રિરંગો લગાવવા અને ‘ભારત માતા કી જય’ના નારા લગાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.