બગસરા માર્કેટીંગ યાર્ડ પાસેથી સીધો જ જેતપુર બાયપાસ ચોકડી પાસે રસ્તો નિકળતો હોય પરંતુ આ રસ્તો ગાડા માર્ગ હોવાથી ગ્રામ્ય લોકોને ખેત જણસ માર્કેટીંગ યાર્ડ લાવવા માટે ગામમાંથી પસાર થવુ પડતું હતું ત્યારે આ બાબતે બગસરા લેઉવા પટેલ સમાજના પ્રમુખ રમેશભાઈ સુવાગીયાએ ધારાસભ્ય જે.વી.કાકડીયાને રજૂઆત કરેલ હતી જેથી ધારાસભ્યએ તાત્કાલિક આ માર્ગની માપણી કરાવી આ રોડ મંજૂર કરી દેતા હવે માણેકવાડા, મુંજિયાસર, જુની હળીયાદ સહિતના ગ્રામ્ય લોકો પોતાની ખેત જણસ જેતપુર બાયપાસ ચોકડી પાસેથી લાવી શકશે. માર્ગ મંજૂર કરવા બદલ રમેશભાઈ સુવાગીયાએ ધારાસભ્યનો આભાર માન્યો હતો.