સાવરકુંડલા-લીલીયા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના અથાગ પ્રયાસોથી બંને તાલુકાના પાંચ ગામોમાં અદ્યતન ગ્રામ પંચાયત કચેરીઓના નિર્માણ માટે કુલ ૧.૫૯ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. સાવરકુંડલા તાલુકાના ગાધકડા, પીયાવા, વીજપડી અને લીલીયા તાલુકામાં મોટા લીલીયા અને આંબા ગામના ગ્રામજનોને આધુનિક સુવિધાઓથી સજ્જ પંચાયત ભવનોનો લાભ મળશે. અગાઉ આ બંને તાલુકાના ૨૧ ગામોમાં જેમાં સાવરકુંડલા તાલુકાના રામગઢ, નાના ભમોદ્વા, પીઠવડી, મીતીયાળા, વિજયાનગર, જુનાસાવર, કાનાતળાવ, સાકરપરા, સેંજળ, લુવારા, થોરડી, વીરડી, ઘનશ્યામનગર, હિપાવડલી, નાના જિંજુડા, દેતડ, જીરા, ધજડી, ગોરડકા અને લીલીયા તાલુકાના શેઢાવદરમાં અત્યાધુનિક ગ્રામ પંચાયત કચેરીઓના નિર્માણ માટે ૫.૫૦ કરોડ મંજૂર કરાવ્યા હતા. મહેશભાઈ કસવાલાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગ્રામ્ય કક્ષાએ સુશાસન અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે ગ્રામ પંચાયત ભવનોની ભૂમિકા અત્યંત મહત્વની છે.