મહેસાણામાં ધારાસભ્યોના બળાપા બાદ અધિકારીઓ પર એક્શન લેવામાં આવ્યો છે. ફાઈલ બાકી રાખતા અધિકારીને નોટિસ આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ક્લેકટર કક્ષાએથી અધિકારીને નોટિસ ફટકારવામાં આવશે. અધિકારીને નોટિસ આપીને માંગવામાં આવશે તેવો ખુલાસો થયો છે. અધિકારીઓ ધારાસભ્યોનું સાંભળતા ન હોવાનો મુદ્દો ઉઠ્યો હતો. જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યોએ રજૂઆત કરી છે.
અધિકારીઓ સાંભળતા ન હોવાનો ધારાસભ્ય મુકેશ પટેલનો દાવો છે. મોઢેરા રોડ પર વરસાદી લાઈનની ફાઈલ ઘણા સમયથી પડી રાખેલી હતી. તેમજ માર્ગ મકાન વિભાગમાં ફાઈલ પેન્ડિંગ હતી. રજૂઆત છતા માર્ગ મકાન વિભાગમાં ફાઈલ પેન્ડીંગ હતી. માર્ગ મકાન વિભાગના સુપરિન્ટેન્ડેન્ટ એન્જિનિયરે ધ્યાન ન આપ્યું છે.
બીજી તરફ જિલ્લા સંકલન બેઠકમાં અધિકારીઓ વિરૂદ્ધ ધારાસભ્ય લાલઘૂમ થયા.મહત્વના વિકાસ કામોની ફાઈલો અધિકારીઓ પડી રાખતા હોવાની રજૂઆત સાથે મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલ બેઠકમાં ભડક્્યા હતા.ધારાસભ્યની મોઢેરા રોડ પર વરસાદી લાઈનના કામ મુદ્દે રજૂઆત હતી.અધિકારીઓના બેજવાબદારી ભર્યા વલણના કારણે કામ પૂર્ણ થતાં નથી. લોકો સમસ્યાનો સામનો કરવો પડતો હોવાની રજૂઆત કરી હતી.