સાવરકુંડલા શહેરથી પાંચ કિલોમીટર દૂર આવેલ ગીરધરવાવ વિસ્તારમાં જ્યાં ધાર્મિક સ્થળ અને અતિ પ્રાચીન સોમનાથ મહાદેવનું મંદિર આવેલ હોય તેમજ શૈક્ષણિક સંસ્થાઓ પણ આવેલી હોય અને મજૂર વર્ગ પણ આ વિસ્તારમાં રહેતો હોય તેથી સાવરકુંડલા શહેર તરફ આવવા અને જવા માટે આ વિસ્તારના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો તેથી ગીરધરવાવ એસ.ટી.નો સ્ટોપ આપવામાં આવે તો આ વિસ્તારના લોકોને રાહત થાય તેમ હતી. જેથી ગીરધરવાવ સ્ટોપ બાબતે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાને લોકોને પડતી મુશ્કેલી બાબતે જાણ થતા તેમને અમરેલી વિભાગીય એસ.ટી. નિયામક સમક્ષ આ બાબતે રજૂઆત કરીને ગીરધરવાવને કાયમી બસ સ્ટોપ આપવાની રજૂઆત કરતા એસ.ટી. વિભાગ દ્વારા ગિરધરવાવને કાયમી સ્ટોપની માંગણી સ્વીકારી લેતા વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ, મજૂરો અને રહીશોમાં આનંદની લાગણી છવાઈ ગયેલ. ગીરધરવાવને એસ.ટી. સ્ટોપ મળતા આસપાસ બેટીયાવાસ, બ્રહ્મસમાજ, સરાણીયા સમાજના નેસડા ઉપરાંત આસપાસના વિસ્તારમાં રહેતા રહિશો અને ગીરધરવાવ ખાતે આવેલ પ્રાચીન વાવ, સોમનાથ મહાદેવ મંદિર, આઈ.ટી.આઈ. ખાતે અવરજવર કરતા વિદ્યાર્થીઓ, વાલીઓ તથા દર્શનાર્થીઓને એસ.ટી.બસનો લાભ મળશે.