મુંબઈના ધારાવીમાં ગેરકાયદે મસ્જીદ તોડવા ગયેલી બીએમસીની ટીમ પર લોકોએ હુમલો કર્યો. આ દરમિયાન લોકોએ બીએમસી મશીનોમાં પણ તોડફોડ કરી હતી. મસ્જીદ તોડી પાડવાના સમાચાર મળતા જ મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. હાલ ભારે પોલીસ દળ ઘટનાસ્થળે હાજર છે અને સ્થીતિ કાબુમાં છે.
અગાઉ ધારાવીમાં બીએમસી ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. ૬ જૂનના રોજ મુંબઈના પવઈમાં, લોકોએ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન કર્મચારીઓ અને પોલીસ ટીમ પર પથ્થરમારો કર્યો જે ગેરકાયદેસર અતિક્રમણ હટાવવા ગઈ હતી. આ હુમલામાં ૫ પોલીસકર્મી ઘાયલ થયા હતા. નોંધનીય છે કે પવઈના હિરાનંદાની વિસ્તારમાં વર્ષો જૂની ઝૂંપડપટ્ટી આવેલી છે. પાલિકાએ આ ઝૂંપડા માલિકોને નોટિસ આપી હતી. આજે નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓએ ત્યાં ઘૂસી આ ગેરકાયદેસર રીતે વસેલી ઝૂંપડપટ્ટીને હટાવવાની કાર્યવાહી શરૂ કરી હતી. કાર્યવાહી સમયે મોટી સંખ્યામાં પોલીસ પણ ત્યાં હાજર હતી. પરંતુ આ કાર્યવાહીથી સ્થાનિક રહેવાસીઓમાં રોષ ફેલાયો હતો. તેઓએ પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પર પથ્થરમારો શરૂ કર્યો. જેના કારણે ભારે અરાજકતા સર્જાઈ હતી. આ પછી પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. હાલ આ વિસ્તારમાં તંગદિલીનો માહોલ છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે જુલાઈ ૨૦૧૭માં બીએમસીએ કે વેસ્ટ વોર્ડમાં ૪૨ ગેરકાયદે ધાર્મિક સ્થળોમાંથી ૩૭ શાંતિપૂર્ણ રીતે દૂર કર્યા હતા. જાહેર મિલકત પર સ્થીત ગેરકાયદેસર ધાર્મિક સ્થળોને તોડી પાડવાના બોમ્બે હાઈકોર્ટના આદેશના બાદ વેસ્ટ વોર્ડમાંથી શાંતિપૂર્ણ રીતે ધાર્મિક સ્થળ સહિતના દબાણો દૂર કરાયા હતા. ૨૦૧૭માં બીએમસી અધિકારીઓએને આ દબાણો કોઈપણ પ્રકારની મુશ્કેલી વગર ઓછામાં ઓછા ૩૭ સ્ટ્રક્ચર્સને તોડી પાડવામાં સફળતા મેળવી હતી. જ્યારે આજે મÂસ્જદ સહિતના દબાણો દૂર કરવા ગયેલ બીએમસી અધિકારી પર હુમલા કરવામાં આવી રહ્યો છે અને હંગામો મચાવતા લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.