જાફરાબાદના ધારાબંદર ખાતે રહેતી એક મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સવિતાબેન મંગાભાઈ ચુડાસમા (ઉ.વ.૬૦)એ દીલાભાઈ મંગાભાઈ બારૈયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપી અવારનવાર હેરાન પરેશાન કરતા હતા. જેથી ઠપકો આપતાં તેનો ખાર રાખી જેમ ફાવે તેમ ગાળો આપીને ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો.
ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.આર. ઝાલા વધુ તપાસ કરી રહ્યા છે.