સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી દ્વારા ધારાધોરણ વગરના પ્રેશર કૂકરો વેચવા બદલ ઈ કોમર્સ કંપનીઓ એમઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપ ડીલ, શોપ ક્લુઝ, પેટીએમ મોલને નોટિસ ફટકારી છે.
આ નોટિસમાં તમામ ઈ કોમર્સ કંપનીઓ પર સરકારના ગુણવત્તા જાળવવાના આદેશનો ઉલ્લંઘન કરવાનો આરોપ મુકવામાં આવ્યો છે.આ આદેશ પ્રમાણે ઘરેલુ પ્રેશર કુકરો નક્કી કરાયેલા ધારાધોરણ પ્રમાણે હોવા જરુરી છે.સાથે સાથે તેના પર ઓગસ્ટ ૨૦૨૦થી લાગુ બીઆઈએસ લાયસન્સ હેઠળનુ સ્ટાન્ડર્ડ ચિન્હ હોવુ પણ જરુરી છે.
સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ નકલી વસ્તુઓનુ વેચાણ રોકવા માટે આ કાર્યવાહી કરી છે.આ ઉપરાંત દેશના તમામ જિલ્લાના કલેકટર્સને પણ એક ગાઈડ લાઈન મોકલી આવી છે.આ વસ્તુઓના લિસ્ટમાં હેલમેટ, પ્રેશર કૂકર તેમજ કૂકિંગ ગેસ સિલિન્ડર પણ સામેલ છે.
સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી તમામ ઈ કોમર્સ કંપનીઓને આ સંદર્ભમાં સાત દિવસમાં જવાબ આપવા હુકમ કર્યો છે.જા કંપનીઓ જવાબ નહીં આપે તો તેમની સામે કન્ઝ્યુમર પ્રોટેક્શન એકટ હેઠળ કાર્યવાહી થઈ શકે છે.