ધારી તાલુકાના ધારગણી ગામે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૩નાં રોજ કથા પ્રારંભ થશે. જ્યારે તા.૯નાં રોજ કથા વિરામ થશે. કથા શ્રવણનો સમય ૮ઃ૩૦ થી ૧૧ઃ૩૦ અને ૩ થી ૬ સુધીનો રહેશે. ધારગણીવાળા શાસ્ત્ર હાર્દિકભાઈ ભટ્ટ કથાનું રસપાન કરાવશે. કથા સમય દરમિયાન વિવિધ પાવન પ્રસંગો કરવામાં આવશે. કથા દરમિયાન દરરોજ સંતવાણી તથા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો લાભ લેવા ધારગણી ગામ પરિવાર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.