લાઠી, તા.૯
અમરેલી જિલ્લાનાજાગૃત અને એક્ટિવ ધારાસભ્ય જનકભાઈ તળાવીયા વિસ્તારના પ્રશ્નોને લઈને હંમેશા લોકોની સેવામાં ખડે પગે જોવા મળતા હોય છે. ધામેલ નાની સિંચાઇ યોજના તેમજ હાલ કેનાલથી સિંચાઇ થતી ન હોવાથી આ યોજનાને માઈક્રો ઇરીગેશનમાં સમાવેશ કરવામાં આવે અને પાણી આપવામાં આવે તે અંગે ધારાસભ્ય દ્વારા જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાને પત્ર લખી રજૂઆત કરી કે, નાની સિંચાઇ યોજનાઓ પૈકી ધામેલ નાની સિંચાઇ યોજનામાં હાલ કેનાલથી સિંચાઇ થતી નથી જેથી આ યોજના હેઠળ આજુબાજુના વિસ્તારના ખેડૂતોને માઇક્રો ઇરીગેશન નેટવર્કથી પાણી આપવામાં આવે તો પાણીનો બગાડ ઓછો થઇ શકે અને સિંચાઇની સુવિધામાં વધારો કરી શકાય તેમ છે. આ યોજનાને માઇક્રો ઇરીગેશનમાં સમાવેશ કરવામાં આવે તો હજારો ખેડૂતોને ફાયદો થશે.