દામનગરના ધામેલપરા પ્રા.શાળા ખાતે મામલતદારની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. ધો.૧માં બાળકોને મીઠાઈ આપી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય રમેશભાઈ પરમાર, શાળા પરિવારનો સ્ટાફ, આંગણવાડી હેલ્પર બહેનો, નરેશભાઈ ડોંડા, સરપંચ, વાલીઓ તેમજ ગ્રામજનોની હાજરીમાં પ્રવેશોત્સવનું આયોજન થયુ હતું.