રાજુલાનો ધાતરવડી-૧ ડેમ ઓવરફ્લો થતા આ પાણી દરિયામાં જતું હોય તેના બદલે ખેડૂતોને સિંચાઇનું પાણી આપવા તથા તૌકતે વખતે કેનાલમાં થયેલ નુકસાનનું રિપેરીંગ કરવા અંગે સંઘ પ્રમુખ જિગ્નેશભાઇ પટેલ, માર્કેટિંગ યાર્ડના વા. ચેરમેન મનુભાઇ ધાખડા, વિનુભાઇ માંડરડી, રમેશભાઇ વસોયા સહિત સલાહકાર સમિતિની બેઠક મળી હતી. જેમાં સિંચાઇ વિભાગના નાયબ કાર્યપાલક રાઠોડને મળી રજૂઆત કરતા સિંચાઇ વિભાગ દ્વારા આગામી ૧પમી ડિસેમ્બરથી પાણી છોડવા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયને પગલે ખેડૂતોમાં ખુશાલી પ્રસરી જવા પામી છે. ખેડૂતો લાભપાંચમ બાદ ઘઉં, ચણા જેવા શિયાળુ પાકોમાં આ પાણીનો ઉપયોગ કરી શકશે.