રાજુલાના ગામોમાં કાર્યરત ધાતરવડી ફાર્મર એગ્રો પ્રોડ્યુસર કંપની લિ.ની આજે આહીર સમાજ વાડી, રાજુલા ખાતે વાર્ષિક સાધારણ સભા યોજાઇ હતી. આ સભામાં કંપનીના સીઇઓ દ્વારા તમામ સભાસદો તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં કંપનીના નાણાકીય હિસાબો તેમજ આજદિન સુધીમાં કંપનીમાં કેટલા સભાસદ જાડાયા અને કેટલી શેરમુડી ઉભી કરવામાં આવી તે વિષે માહિતી આપવામાં આવી હતી. કંપનીનું ભવિષ્યનું વિઝન એ છે કે, કંપની ખેડૂતોના ઉત્પાદનોનું ખરીદ-વેચાણ કરે અને ખેડૂતોની આવકમાં વધારો થાય, તેમ આ સભામાં જણાવાયું હતું.