કથીરીઃ કથીરી એ એક ચાર જાડી પગ ધરાવતી, કદમાં નાની અને રાતા રંગની જીવાત છે. પેટ્રોબિયાલેટેન્સ પ્રજાતિની કથીરી ઘાટા બદામી રંગની અથવા લીલાશ પડતા બદામી રંગની હોય છે. ફુલ, પાદડાં પર તેમજ બીજ બેસવાની અવસ્થાએ રસ ચૂસીને નુકસાન પહોંચાડે છે. જેથી રસ ચૂસાતો હોય તે ભાગ પીળાથી સફેદ રંગના ડાઘામાં ફેરવાય છે જે પાછળથી બદામી રંગમાં પરિણમે છે. પેટ્રોબિયા પ્રજાતિની કથીરી પાન પર જાળાં બનાવતી નથી, પરંતુ રસ ચૂસવાને પરિણામે પીળાશ પડતા અથવા તામ્રવર્ણા પાન જણાઈ આવે છે.

મસાલા પાકોની મોડી વાવણી કરવાથી આ જીવાતનો વધુ ઉપદ્રવ જાવા મળે છે

લીલા ચૂસિયાં (બગ): લીલા ચૂસિયાં સ્ટીન્ક બગ/ગ્રીન બગ/સધર્ન સ્ટીન્ક બગના નામે જાણીતા છે. તેની સેંટગ્રંથિમાંથી ખરાબ વાસ આવે છે. લીલા અને પીળા ચૂસિયાં ધાણામાં ઉપદ્રવ કરે છે. લીલા ચૂસિયાં દેખાવે લંબગોળથી ગોળ તથા પાંચ ખંડવાળી શ્રૃંગિકા ધરાવે છે તથા સ્કુટેલમ ભાગ ટૂંકો અને સામાન્ય રીતે પાછળના ભાગેથી સાંકડો તથા વત્તા-ઓછા અંશે ત્રિકોણાકાર હોય છે. પુખ્ત ચૂસિયાં ૧૩ થી ૧૮ મી.મી. લંબાઈના, ઢાલ આકારના તથા લીલા રંગના જાવા મળે છે. બચ્ચાં અને પુખ્ત સામાન્ય રીતે ધાણાના કુમળા પાનમાંથી રસ ચૂસે છે. પરિણામે છોડનો વિકાસ અવરોધાય છે.
પીળા ચૂસિયાંઃ પીળા ચૂસીયા “યલોસ્ટીન્ક બગ” ના નામથી પણ જાણીતા છે. પુખ્ત ચૂસિયાં ૧૦ થી ૧૧ મી.મી. લંબાઈના અને શરીરે પીળા રંગના હોય છે. એગ્નોસેલીસ ન્યુબીલા જાતિના ચૂસિયાં મસાલા પાકોમાં રસ ચૂસીને નુકસાન કરે છે. બચ્ચાં અને પુખ્ત ધાણાના પાન, પ્રકાંડ તેમજ ફૂલોમાંથી રસ ચૂસે છે. વધુ ઉપદ્રવિત છોડ કુંઠીત અને ઠીંગણા જાવા મળે છે. અસરગ્રસ્ત છોડમાં દાણા બેસતા નથી અથવા બેસે તો આવા દાણા કદમાં નાના રહે છે. લાયગસ કામી જાતિના ચૂસિયાં ધાણાના પાનના ઉપરના ભાગેથી રસ ચૂસી નુકસાન કરે છે. જયારે લાયગસ ઓબ્લીનીયેટસ જાતિનાચૂસિયાં ધાણાના વિકસતા દાણાના ભ્રૂણ ભાગને પંચર (છિદ્ર) પાડીને તેમાંથી ઝરતો રસ ચૂસે છે. વધુમાં, આ ચૂસિયાં પાકમાં રોગના ફેલાવા માટે પણ જવાબદાર છે. જ્યારે ધાણાના પુષ્પવિન્યાસમાંથી રસ ચૂસીને નુકસાન કરવા માટે લાયગસ કેમ્પેસ્ટ્રીસ જાતિના ચૂસિયાં જવાબદાર છે.
દાણાની મીંજઃ સીડમીંજ/સીડ પરફોરેટ/ચાલ્સીડફલાય/દાણાની માખી/સીડ વાસ્પના નામથી પણ આ જીવાત પ્રચલિત છે. પુખ્ત નાનું, નાજુક, ચળકતા કાળા રંગનું તેમજ રૂવાંટીવાળું ઉદરપ્રદેશ ધરાવે છે. તમામ બીજ મસાલા પાકોમાં તેનો ઉપદ્રવ જાવા મળે છે. માદા મીંજ તેનું અંડનિક્ષેપ અંગ વરિયાળીના દાણામાં દાખલ કરી તેમાં ઇંડાં મૂકે છે. ઇંડાંમાંથી નીકળતી ઇયળ સૌ પ્રથમ દાણાના ભ્રુણ ભાગને ખાય છે. ત્યારબાદ દાણાના મીંજને કોરી નુકસાન કરે છે.
પાનકોરિયુંઃ પુખ્ત કીટક નાના કદની માખી છે. જેના વક્ષ ભાગે રાખોડીથી કાળા રંગનાં ધાબાં હોય છે. પુખ્ત કીટકની પાંખો પારદર્શક હોય છે. મેથી જેવા પાકમાં, ઇયળ અવસ્થા પર્ણ પેશીઓને અંદરથી કોતરી બોગદામાં રહીને નુકસાન કરે છે. પાછળથી આ સુરંગ સૂકાઇ જાય છે અને પાન પર સફેદ રંગની વાંકીચૂંકી લીટીઓ દેખાય છે પરિણામે ઉપદ્રવિત પાન સૂકાવા માંડે છે. વધુ ઉપદ્રવ હોય તો છોડનો વિકાસ અટકે છે અને શિંગો તેમજ બીજના કદ પર માઠી અસર પડે છે.