ભારતમાં વિવિધ રાજ્યોમાં હિન્દુ ‘ધર્મ સંસર્દનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વળી, છત્તીસગઢની રાજધાની રાયપુરમાં એક સંસ્થા દ્વારા આયોજિત ધર્મ સંસદમાં ધાર્મિક નેતા કાલીચરણ મહારાજે મહાત્મા ગાંધી વિશે અપમાનજનક શબ્દો કહ્યા અને બાપુની હત્યા માટે નાથુરામ ગોડસેને યોગ્ય ઠેરવ્યા.

છત્તીસગઢની રાજધાની રાયપુરમાં આયોજિત બે દિવસીય ધર્મ સંસદ-૨૦૨૧નું સમાપન થઇ ગયુ છે. આ ધાર્મિક સંસદમાં મહારાષ્ટ્રથી આવેલા સંત કાલીચરણે મહાત્મા ગાંધીનાં પિતા મોહનદાસ કરમચંદ ગાંધીને ગાળો આપી હતી. એટલું જ નહીં, તેમણે મહાત્મા ગાંધીને ગોળી મારનાર નાથુરામ ગોડસેને સલામ કરી હતી. કાલીચરણ મહારાજે કહ્યું કે, ધર્મનાં રક્ષણ માટે લોકોએ સરકારનાં વડા તરીકે કટ્ટર હિંદુ નેતાને પસંદ કરવો જાઈએ. તેમણે છત્તીસગઢ સરકારમાં કોંગ્રેસનાં નેતાઓની પણ ટીકા કરી હતી. તેમના દ્વારા કહેવામાં આવેલી વાતો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અહીંનાં રાવણ ભાટા મેદાનમાં આયોજિત બે દિવસીય કાર્યક્રમનાં સમાપન દિવસે કાલીચરણે કહ્યું, “આપણું મુખ્ય કર્તવ્ય શું છે – ધર્મનું રક્ષણ કરવું. આપણે સરકારમાં કટ્ટર હિંદુ રાજા (નેતા)ને ચૂંટવા જાઈએ, પછી ભલે તે (પુરુષ કે સ્ત્રી) કોઈપણ પક્ષનો હોયપ આપણા ઘરની સ્ત્રીઓ ખૂબ જ સારી અને સંસ્કારી છે અને તેઓ (ચૂંટણીમાં) મત આપવા જતી નથી. જ્યારે સામૂહિક દુષ્કર્મ થાય છે, ત્યારે તમારા ઘર (પરિવાર)ની મહિલાઓનું શું થશેપ હું એવા લોકોને આહ્વાન કરું છું જેઓ વોટ આપવા જતા નથી.

તેમણે વધુમાં કહ્યું કે, ઇસ્લામનું ધ્યેય રાજનીતિ દ્વારા રાષ્ટ્રને કબ્જે કરવાનું છે. અમારી નજર સમક્ષ તેઓએ તેને ૧૯૪૭ માં કબ્જે કર્યું. તેઓએ અગાઉ ઈરાન, ઈરાક અને અફઘાનિસ્તાન પર કબ્જા જમાવ્યો હતો. તેમણે રાજકારણ દ્વારા બાંગ્લાદેશ અને પાકિસ્તાન પર કબ્જા જમાવ્યો હતો. હું નાથુરામ ગોડસેને સલામ કરું છું કે તેણે ગાંધીની હત્યા કરીપ આ પછી લોકોએ પણ તાળીઓ પાડી. કાલીચરણ બાબાનાં વિવાદાસ્પદ નિવેદનથી કોંગ્રેસ નેતાઓ ખૂબ નારાજ દેખાઇ રહ્યા છે. અધ્યક્ષ પ્રમોદ દુબેની ફરિયાદ પર વિભાજન માટે મહાત્મા ગાંધીને દોષી ઠેરવવા અને અપમાનિત કરવા વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. પ્રમોદ દુબેની ફરિયાદનાં આધારે, ટિકરાપરા પોલીસ સ્ટેશનમાં ગુનો નંબર ૫૭૮/૨૦૨૧ કલમ ૫૦૫(૨),હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.