ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ખાતે આયોજિત પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડો. મનીષ દોશી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કોકન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ૨૦૨૪ નું આયોજન કરવામાં આવી રહ્યું છે. ૧૨મીથી ૧૬મી ફેબ્રુઆરી સુધી અંબાના ચરણોમાં ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાશે. જેમાં મોટી સંખ્યામાં માઇ ભક્તો આ પરિક્રમામાં આવશે. અંબાજી ખાતે મુખ્યમંદિર સિવાય બીજા ૬૧ મંદિરો (૫૧ શક્તિપીઠ સહિત ) દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલન કરવામાં આવે છે. જેની મુર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવી છે. ૫૧ શક્તિપીઠમંદિરોનું લોકાર્પણ ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવેલ હતું. પૂર્વ વડાપ્રધાન ઇન્દરા ગાંધી પણ અંબાજી મંદિરમાં પરમ આસ્થા ધરાવતા હતા, આ શક્તિ મંદિરોમાં કોરોના પહેલા માતાજીને વિધિવત રીતે ભોજન થાળ ધરાવવામાં આવતો હતો પરંતુ કોરોના દરમિયાન મહામારી ના બહાને ઉપરોક્ત રાજભોગ થાળ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા બંધ કરી દેવામાં આવેલ હતો ત્યારબાદ માઇ ભક્તોની વારંવાર રજૂઆત બાદ પણ આ રાજભોગ ધરાવવા માટેના શા†ોક્ત વિધિ વિધાન હજુ પણ શરૂ કરવામાં આવેલ નથી.
સનાતન ધર્મી સમાજ, સંસ્થા અને માઇ ભક્તો તથા લોકલ સ્થાનિક આગેવાનો દ્વારા રજૂઆત કર્યા પછી માત્ર ૮૦ ગ્રામ મોહનથાળનું ચોસલું ધરાવવાનું ચાલુ કરવામાં આવેલ છે પરંતુ આ એકપણ મંદિરોમાં માતાજીને થાળ કે રાજભોગ ધરાવવામાં આવતો નથી. શા†ોક્ત વિધીવિધાન મુજબ પ્રાણપ્રતિષ્ઠા કરેલી મુર્તિઓને જીવંત ગણી તેમને થાળ ધરાવવો ફરજીયાત હોય છે. પરંતુ ૫૧ શક્તિપીઠ મંદિરમાં થાળ તો ઠીક પરંતુ માતાજીના વાઘા અને શણગાર બદલવામાં આવતા નથી. ઉપરોક્ત ૬૧ મંદિરોમાં માત્ર ૩૫ પુજારી સેવા આપી રહ્યાં છે.
અંબાજીમાં પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા લાઈટ એન્ડ સાઉન્ડશોમાં એમ કહેવામાં આવે છે કે ઉપરોક્ત ૫૧શક્તિપીઠમાં વિધિ વિધાનથી પૂજા થાય છે અને જે પ્રમાણે અસલ શક્તિપીઠ માં પૂજા કરવામાં આવે છે એ જ પ્રમાણે પૂજા કરવામાં આવે છે પરંતુ હકીકત એ છે કે વિધિ વિધાનનો સૌ પ્રથમ નિયમ એ માતાજીને થાળ ધરાવવાનો હોય છે વળી આ ૫૧ શક્તિપીઠ મંદિરોમાં માત્ર ૩૪ પૂજારી હોવાથી વિધિ વિધાન થી વિધિઓ અને વ† બદલવાનું પણ અઘરું બની ગયું છે.કોરોના સમયે દેવસ્થાન ટ્રસ્ટે પરિપત્ર દ્વારા કોરોના વાયરસની પરિસ્થતિ અંકુશમાં ન આવે ત્યાં સુધી ગબ્બર પરિક્રમા માર્ગના મંદિરોમાં તથા દેવસ્થાન હસ્તક દ્વાર હસ્તકના પેટા મંદિરોમાં પ્રસાદ તરીકે રેવડી સિંગ સાકર ધરાવી માતાજીને શાસ્તોર્ક વિધિ વિધાનથી પ્રસાદ ભોગ ધરાવવાનું તેમજ પરિસ્થતિ અંકુશમાં આવ્યા બાદ પુનઃ ખાતાના થાળ/રાજભોગ ચાલુ કરવાનું જણાવેલ હતું પરંતુ હજી સુધી કોઈ નિર્ણય લેવાયેલ નથી.
ભૂતકાળમાં સોમનાથ ટ્રસ્ટની અંદર પણ લાઈટ એન્ડ સાઉન્ડશોની ખરીદીનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેની તપાસના આદેશ પી.કે. લહેરીએ આપ્યા હતા. સોમનાથ જીલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામુ પાડીને પવિત્ર ત્રવેણી સંગમ પર પીંડદાન અને અસ્થીવિસર્જન પર પ્રતિબંધ મુકી દીધો હતો. જેનો સ્થાનિકો અને શ્રધ્ધાળુઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને અધિકારીઓની મનમાની બરઆવી ન હતી. બહુચરાજી મંદિર ટ્રસ્ટમાં બહુચરાજી મંદિરમાં ૫૬ ફુટ ઉંચા મંદિર બનાવવાના ૧૫ કરોડ ખર્ચયા પછી ખબર પડી કે મંદિર ૪૯ ફુટ ઉંચુ જ બન્યુ અને અધિકારીઓની તથા સત્તાધિશોની અણઆવડત અને અણસમજ છતી થઈ જેના કારણે મંદિર ઉપર વધુ ત્રણ કરોડનું બોજા આવ્યો. હવે તાજેતરના બજેટમાં બહુચરાજી મંદિર માટે નવા નાણાં ફાળવવામાં આવ્યા છે પરંતુ જૂની ગેરનીતિ બાબતે કોઈ નાણાંની રિકવરી થઈ નથી તે પણ અત્યંત દુખદ બાબત છે. ગુજરાતમાં આવેલા દેવસ્થાન ટ્રસ્ટની અંદર ભૂતકાળમાં જે તે વિસ્તારના ધારાસભ્યશ્રીઓને ટ્રસ્ટી તરીકે નિમણૂક આપવામાં આવતી હતી સાથે સાથે સ્થાનિકો અને ધર્મના જાણકારને પણ ટ્રસ્ટમાં નિમણૂક આપવામાં આવતી હતી જે હવે સદંતર બંધ કરી દેવામાં આવી છે જેના કારણે અધિકારીઓ સ્વચ્છંદ રીતે વર્તીને ધર્મ અને આસ્થા ઉપર પ્રહાર કરી રહ્યા છે. ભૂતકાળમાં પણ આ જ અધિકારીઓ દ્વારા ચીકી માફિયાઓના લાભાર્થે મોહનથાળ પ્રસાદ બંધ કરવામાં આવ્યો હતો પરંતુ કોંગ્રેસ દ્વારા મોહનથાળ પ્રસાદ ચાલુ કરાવવાની માગણી ને ગુજરાતની જનતાનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો અને સરકારે ફરીથી મોનથાળ પ્રસાદ ચાલુ કરવાનો નિર્ણય લીધો હતો.